મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા વૃક્ષારોપણ અને આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરાયું

0
28
/

મોરબી : તાજેતરમા સંપર્ક સહયોગ સેવા સંસ્કાર અને સમર્પણના સિદ્ધાંતોને વરેલી રાષ્ટ્રપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા આયુર્વેદિક ઔષધિય વૃક્ષારોપણનો કાર્યક્રમ મહેન્દ્નનગર ખાતે પ્રકૃતિ સોસાયટીમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ મોરબીના આગેવાનો તથા સોસાયટીના સેવાભાવી વડિલો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વર્તમાન સમયમાં કોરોનાની મહામારીના સમયમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવાના હેતુથી ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા યદુનંદન પાર્ક 2 માં આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આસપાસની સોસાયટીના 500 થી વધુ લોકોએ લાભ લીધો હતો.બંને મંદિરના પૂજારીઓને આ પ્રસંગે સ્મૃતિ ભેટ પણ આપવામાં આવેલ હતી.

આ બંને કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ મોરબીના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી મંત્રી હરેશભાઇ બોપલીયા, મનુભાઈ કૈલા, ડો. જયેશભાઈ પનારા, દિલીપભાઈ પરમાર પંકજભાઈ, ફેફર અશ્વિનભાઈ રાઠોડ, ચિરાગભાઈ હોથી, વિનોદભાઈ મકવાણા, વિશાલભાઈ બરાસરા, રાવતભાઈ કાનગડ, નિતીનભાઈ માંડવીયા, ડો. ઉત્સવભાઈ દવે, ચેતનભાઈ સાણંદીયા, હિંમતભાઈ મારવણીયા, યોગેશભાઈ જોશી, મનહરલાલ કુંડારીયા, હર્ષદભાઈ કલોલા સહિતના કાર્યકર્તાઓએ મહેનત ઉઠાવી હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/