મોરબી: ભારત ગેસના ગ્રાહકોને રાંધણગેસના બાટલા ન મળતા દેકારો

0
312
/

બીપીસીએલ કંપનીની બલ્ક સપ્લાય ચેઇન તૂટતા મોરબી સહિત સમગ્ર રાજ્યમાં ગ્રાહકોને બાટલા મળતા બંધ

મોરબી : હાલ આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળતા પેટ્રોલ ડીઝલ બાદ હવે રાંધણગેસના ભાવમાં પણ ભડકો થવાના એંધાણ વચ્ચે ભારત ગેસ એટલે કે બીપીસીએલ કંપનીના ગ્રાહકોને છેલ્લા પાંચ દિવસથી ગેસના બાટલા મળતા બંધ થતાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. મોરબી જિલ્લામાં એકલા હળવદ તાલુકામાં જ 26000 ગ્રાહકો બાટલાની લાઇનમાં છે. જો કે સમગ્ર મામલે પુરવઠા તંત્ર અંધારામાં છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેર જિલ્લા અને ખાસ કરીને હળવદ તાલુકામાં બીપીસીએલ એટલે કે ભારત ગેસ કંપનીના ગ્રાહકોને છેલ્લા પાંચેક દિવસથી રાંધણગેસના બાટલા ન મળતા હોય ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. હળવદથી મળતા અહેવાલો મુજબ અહીં 26000 ગ્રાહકો બાટલો મેળવવાની લાઈનમાં છે.જો કે, ભારતગેસમાં શોર્ટ સપ્લાય અંગે જિલ્લા પુરવઠા વિભાગનો સંપર્ક કરાતા આ મામલે કોઇ જ જાણકારી ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ સૌરાષ્ટ્ર – કચ્છ ગેસ ડીલર એસોશીએશનના હોદ્દેદારોનો સંપર્ક કરાતા બીપીસીએલ કંપનીની બલ્ક સપ્લાય ચેન તૂટી હોય મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આ સ્થિતિ નિર્માણ થઈ હોવાનું અને હજુ પણ તા.28 માર્ચ સુધી સપ્લાય પૂર્વવત થાય તેમ ન હોવાના સંકેતો આપ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/