દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 12 જાન્યુઆરી 2025ને રવિવારના રોજ રાજકોટના ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશ તથા રાજ્યના પતંગવીરો ભાગ લેશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલના હસ્તે કરવામાં આવશે. તેમજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના અધ્યષ તરીકે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા ઉપસ્થિત રહેશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જોડાવા તેમજ નિહાળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide