રવાપરમાં ગેસ લાઈન માટે છેલ્લા એક વર્ષથી કચેરીના ધક્કા ખાતા ફ્લેટધારકો ત્રાહિમામ

0
171
/

લાઈનનો ચાર્જ લઈ લીધો પણ લાઈન ન નાખી હોવાનો આક્ષેપ

મોરબી : હાલ રવાપરમાં ગેલેક્ષી હાઇટ્સ નામના એપાર્ટમેન્ટના ફ્લેટ ધારકોને ગેસ કંપની છેલ્લા એક વર્ષથી ગેસની લાઈન ન આપતી હોવાની રાવ ઉઠી છે. આ ફ્લેટધારકોએ ત્વરિત કાર્યવાહીની માંગ ઉઠાવી છે.

રવાપરમાં ક્રિષ્ના સ્કૂલ પાસે રંગધરતી પાર્કમાં આવેલા ગેલેક્ષી હાઇટ્સના સ્થાનિકોએ જણાવ્યું કે ગુજરાત ગેસની લાઈનની એક વર્ષ પૂર્વે માંગણી કરી હતી. અવારનવાર ગેસ કંપનીની કચેરીએ ધક્કા ખાવા છતાં પણ લાઇન મળી નથી. આ એપાર્ટમેન્ટની બાજુમાંથી જ લાઇન નીકળતી હોય છતાં 7 ફ્લેટધારકોને લાઇન મળી નથી.

આ ફ્લેટ ધારકોએ ચેકથી પેમેન્ટ પણ કરેલ છે. આ રૂપિયાનું હવે શું ? આ મામલે રજુઆત કરવા કચેરીએ જ્યારે સ્થાનિકો જાય છે ત્યારે ત્યાં જવાબદાર અધિકારી હોતા જ નથી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/