મોરબી : હાલ મોરબીમાં આજે સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મોરબીમાં વરસતા વરસાદમાં ટ્રાફિકજામ થયાના અહેવાલ મળ્યા છે. જેમાં શનાળા રોડ ઉપર જીઆઇડીસી, છાત્રાલય પાસે પોણી કલાકથી ટ્રાફિકજામમાં અનેક લોકો ફસાઈ જતા દેકારો બોલી ગયો હતો.
મોરબીમાં આજે સવારથી જ મેઘમહેર વરસી રહી હોય ત્યારે વરસતા વરસાદમાં ટ્રાફિકજામ થયો હતો. જેમાં શનાળા રોડ પર જીઆઇડીસી પાસે છાત્રાલય રોડ ઉપર ચાલુ વરસાદમાં ટ્રાફિકજામ થતા અનેક વાહનોના થપ્પા લાગી ગયા છે. છેલ્લી પોણી કલાકથી ટ્રાફિકજામ હોય એનેક વાહન ચાલકો અટવાયા છે. જો કે છાત્રાલય રોડ ઉપર અનેક સ્કૂલો, કોલેજો આવેલી હોય બપોરે સ્કૂલો છૂટતા અનેક વિદ્યાર્થીઓ પણ ફસાયા હતા. પોણી કલાકથી ટ્રાફિકજામ હોય અનેક લોકો ફસાયા હોય ટ્રાફિક પોલીસે આ ટ્રાફિક કિલિયર કરાવે તેવી માંગ ઉઠી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide