[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે જેઓ 28 વર્ષથી માથે ગરબા લઈ પોતાના વતનથી નીકળે છે અને શનાળા ખાતે પ્રસાદ લઈ ત્યાંથી માતાના મઢ સુધી આનંદ અને ભાવ સાથે જાય છે.
રાજકોટ જિલ્લામાં પડધરી પાસે આવેલ ખાખડાબેલા ખાતે રહેતા વનરાજસિંહ મેરુભા જાડેજા છેલ્લા 28 વર્ષથી માથા પર ગરબા લઈને પગપાળા માતાના દર્શનાર્થે જાય છે. આ પદયાત્રા દરમિયાન સાતથી આઠ લોકો તેમની સાથે જાય છે. તેઓ આ યાત્રા હાલ આઠથી નવ દિવસમાં પુરી કરે છે. આ અંગે વનરાજસિંહ મેરુભા જાડેજાએ જણાવ્યું કે, તેઓ દર વર્ષે માથા પર ગરબા લઈને પગપાળા માતાના દર્શને જાય છે. આ ગરબાનો વજન સાડા 5થી 6 કિલોની આસપાસ છે. તેઓ આનંદ સાથે માતામાં મઢે પહોંચે છે. રસ્તામાં કોઈ જ તકલીફ થતી નથી.
તેમને વધુમાં જણાવ્યું કે, પહેલા તેઓ 5 દિવસે માતાના મઢ પહોંચી જતા પરંતુ હવે ઉંમરના હિસાબે 8 થી 9 દિવસે કેમ્પમાં આરામ કરતા કરતા તેમજ માતા નામનું સ્મરણ કરતા પગપાળા જાય છે. તેઓને અત્યાર સુધી માતાજીની કૃપાથી કોઈ પણ પ્રકારની દવા લેવાની જરૂર પડી નથી અને થાક પણ લાગતો નથી. તેઓ માતાના નામનું સ્મરણ કરતા આનંદ સાથે યાત્રા કરે છે. આ અંગે દશરથસિંહ ગુરુભાએ જણાવ્યા હતું કે, વનરાજસિંહ છેલ્લા 28 વર્ષથી માતાના મઢ જાય છે અને તેઓ તેમની સાથે જ હોઈ છે. તેઓ સૌ પ્રથમ અમારે ત્યાં શનાળા આવી સૌ સાથે પ્રસાદ લે છે. અને ત્યારબાદ અહીંથી અમે પણ તેઓની સાથે જોડાઈ છીએ.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
