જામનગર જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ દ્વારા જામનગર શહેરના જુદા-જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 4 પોલીસ ઇન્સ્પેકટરોની આંતરિક બદલીઓના રાતોરાત હુકમ કરવામાં આવ્યા છે, જેમાં જીલ્લાની સૌથી મહત્વની માનવામાં આવતી એવી લોકલ ક્રાઈમ બ્રાંચમાં હાલ સીટી સી ડીવીઝનમાં ફરજ બજાવતા અને ગુન્હાઓનો ભેદ ઉકેલવાની સારી કોઠાસૂઝ ધરાવતા પોલીસ ઇન્સ્પેકટર એમ.જે .જલુ ને મુકવામાં આવ્યા છે, જયારે સીટી એ ડીવીઝન પી.આઈ.ટી.એલ.વાઘેલાની મહિલા પોલીસ મથકમાં બદલી કરાઈ છે, તો યુ.એચ.વસાવાને સીટી સી ડીવીઝનમાં મુકવામાં આવ્યા છે, જયારે જીલ્લામાં હાજર થયેલ અને લીવ રીઝર્વ માં રહેલા પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલિયાને સીટી એ ડીવીઝનમાં મુકવામાં આવ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide