હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

0
5
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં પડેલા રૂપિયા ૨,૦૦,૦૦૦/-થી સોનાના ઘરેણા લાવવા માટે ચળામણી કરતા તેમજ અવારનવાર શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપતા હતા જેથી ફરિયાદીના બહેન અને તેના પતિ વચ્ચે ઝઘડો થતાં તેમને લાગી આવતા તેમજ દુઃખ ત્રાસથી કંટાળી જતા ફરિયાદીના બહેનને આત્મહત્યા કરેલી તેવી ફરિયાદ આપેલી જેમાં હળવદ પોલીસે વિશાલભાઈ ચતુરભાઈ મકવાણા, હીરાબેન દિનેશભાઈ મકવાણા, નટુભાઈ ચતુરભાઈ મકવાણા, પ્રવીણભાઈ ચતુરભાઈ મકવાણા, સમુબેન ચતુરભાઈ મકવાણા તમામને આરોપી બનાવેલા જેમાં નટુભાઈ ચતુરભાઈ મકવાણા, પ્રવીણભાઈ ચતુરભાઈ મકવાણા નાઓને ધોરણસર અટક કરેલ ત્યારબાદ તેમના વકીલ શ્રી જીતેન્દ્રસિંહ.આર.જાડેજા દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવેલી જેમાં આરોપીના વકીલની ધારદાર દલીલો તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ ના ચુકાદાઓ ધ્યાને લઈ મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ( પી. વી. શ્રીવાસ્તવ) સાહેબે નટુભાઈ ચતુરભાઈ મકવાણા અને પ્રવીણભાઈ ચતુરભાઈ મકવાણા ને શરતી જામીન પર મુક્ત કરેલ છે.જેમાં આરોપી તરફે મોરબીના વકીલ જીતેન્દ્રસિંહ.આર.જાડેજા રોકાયેલા હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/