[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબીના જેતપર પીપળી રોડ ઉપર ફોરલેનના કામ દરમિયાન ખોદકામ કરાતા ઇન્ડસ્ટ્રીયલ ગેસની લાઈનમાં ભંગાણ થતા અફડાતફડી મચી ગઇ હતી. 20 મિનિટ સુધી ગેસની લીકેજ લાઇનમાંથી 20 મિનિટ સુધી ગેસના ફૂંવારા ઉડતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં સ્થાનિક ગુજરાત ગેસ કંપનીના સ્ટાફે ગેસની લીકેજ લાઇનને રીપેર કરવાની કવાયત હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જેતપર પીપળી રોડ ઉપર હાલ ફોરેલનનું કામ ચાલી રહ્યું છે. આ ફોરલેનના કામ દરમિયાન જેતપર પીપળી રોડ ઉપર હિટાચી મશીનથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને આ હિટાચી મશીનથી ખોદકામ કરતી વખતે જેતપર પીપળી રોડ ઉપર પાવડીયારી નજીક ઉધોગોના ગેસ વપરાશ માટે નીકળતી ઇન્ડસ્ટ્રીયલ ગેસની લાઈન તૂટી હતી. આથી ભારે અવરજવર અને અતિશય વાહન વ્યવહાર ધરાવતા જેતપર પીપળી રોડ ઉપર નાસભાગ મચી ગઇ હતી અને વાહન વ્યવહાર ખોરવાય ગયો હતો. ટ્રાફિકજામથી વાહનોની મોટી કતારો લાગી હતી. 20 મિનિટ સુધી આ લીકેજ લાઈનમાંથી ગેસના ફુવારા ઉડયા હતા. ગેસ લિકેજથી સદભાગ્યે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. આ બનાવની જાણ થતાં તુરંત જ સ્થાનિક ગુજરાત ગેસ કંપનીના સ્ટાફે દોડી જઇ ગેસની લીકેજ લાઈનની મરમત કરવાની કામગીરી હાથ ધરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide