ઇજા પહોંચાડવા ના કેસ માં નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરતી જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ કોર્ટ

0
69
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી પોલીસ સ્ટેશન મા , તા. ૧૯/૧૨/૨૦૦૪ ના રોજ ફરિયાદી ની એવી ફરિયાદ હતી કે આરોપીએ તેમના ભાઈ ના વહુ થતા હોય તેમને છુટાછેડા દીધેલ હોય જેનો ખાર રાખી આરોપી એ ધોકા વડે પડખામા મારે અને મુંઢ ઇજા પહોંચાડેલ તથા ચાકુ વડે નાક ઉપર ગંભીર ઇજા કરેલ અને લોહી નીકળેલ હોય. આરોપીએ ગુન્હો કરેલ હોવા બાબતે કાયદેસર તપાસ થવા ફરિયાદી એ ફરિયાદ આપેલ. જેથી મોરબી પોલીસે આરોપી વિરુદ્ધ આઈ.પી.સી ની કલમ – ૩૨૩,૩૨૪ તથા બી.પી. એક્ટની કલમ – ૧૩૫ મુજબ ના ગુન્હો નોંધી આરોપી ની ધરપકડ કરેલી. આ અંગે નો કેસ અત્રે ના મહે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ સાહેબની કોર્ટ મા શરૂ થયેલો. આરોપી વતી મોરબી જીલ્લા ના યુવા એડવોકેટ શ્રી સુખદેવ આર. દેલવાણીયા રોકાયેલ.

આ કામે ફરિયાદી પક્ષે ફરિયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોક્ટર શ્રી તથા તપાસ કરનાર અધિકારી શ્રી વિગેરે ની જુબાની લેવામાં આવેલી. તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરિયાદ પક્ષે ફરિયાદ થી વિરુદ્ધનો અને વિપરીત હકીકત જણાવેલ છે. અને ફરિયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામ ના સગાઓ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખિક પુરાવામા ફરિયાદ પક્ષના કેસ ને કે તેમના નિવેદન ને સમર્થન આપેલ નથી. ઉપરોક્ત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી સુખદેવ આર. દેલવાણીયા દ્વારા કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરેલ. જે દલીલના આધારે ઉપરોક્ત કેસ મા નામદાર કોર્ટે આરોપી પક્ષ ના એડવોકેટ ની દલીલ માન્ય રાખી આરોપી ને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ.

આરોપી તરફે મોરબી જીલ્લા ના યુવા એડવોકેટ શ્રી સુખદેવ આર. દેલવાણીયા રોકાયેલ હતા.

એડવોકેટ સુખદેવ આર. દેલવાણીયા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/