જૂનાગઢમા હાલ શહેરના વોર્ડ નંબર 9 માં પાણીના પ્રશ્નને લઇ પુરૂષોએ ઘરણાં કર્યા હતા જ્યારે મહિલાઓએ થાળી વગાડી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા તંત્રને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો. આ અંગે કોળી સમાજના પ્રમુખ અરવિંદભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 9ના ભરડાવાવ વિસ્તારમાં આવેલ ઢોરામાં પીવાના પાણીની સમસ્યા છે. આ અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છત્તાં કોઇ નર્ણય ન કરાતા રવિવારે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.
2 વ્યક્તિએ દશામાના મંદિરે બેસીને ઘરણાં કર્યા હતા. જ્યારે મહિલાઓએ થાળી વગાડી વિરોધ કર્યો હતો. ખાસ કરીને આ વિસ્તારમાં રહેતા કોર્પોરેટરને સંભળાઇ તે માટે આખી શેરીમાં ફરી મહિલાઓએ થાળીઓ વગાડી હતી. આ વોર્ડમાં પાણીની લાઇન હતી જે જર્જરિત થતા નવી નાંખવાનું કહી કાઢી ગયા તેને 10 વર્ષ થઇ ગયા. હજુ નવી લાઇન નખાઇ નથી. પરિણામે 100થી વધુ પરિવારોને પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છેે. આ અંગે મનપામાંથી એવું કહેવામાં આવ્યું છે કે, પાણીની લાઇન માટે 50 લાખનો ખર્ચ થાય તેમ છે. આ માટે ગ્રાન્ટ નથી.
ગ્રાન્ટ લખાવી લાવો તો કામ થાય. જોવાની ખૂબી એ છે કે, થોડા દિવસો પહેલા જ રોડના કામ માટે 20 કરોડ મંજૂર કર્યા છે. ત્યારે રોડના કામ માટે 20 કરોડ છે, પાણીની લાઇન નાંખવાના કામ માટે 50 લાખ નથી!! હજુ પણ યોગ્ય નહિ થાય તો આંદોલન કરવામાં આવશે તેમ અરવિંદભાઇ બાવળીયાએ પણ જણાવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide