જૂનાગઢ : ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે. ત્યારે કોડીનારના વેલણ-માધવાડ ગામને જોડતો કોઝવે બ્રિજ આજે સવારના સમયે ધરાશાયી થયો હતો. આ કોઝવે બ્રિજ દરિયાઈ ખાડી પર બનાવવામાં આવ્યો હતો. વર્ષો જૂનો આ કોઝવે બ્રિજ જર્જરિત હાલતમાં હતો. ભારે વરસાદને કારણે પાણીના ધસમસતા વહેણને કારણે આ કોઝવે બ્રિજ ધરાશાયી થયો હતો. જો કે, આ બ્રિજ ધરાશાયી થયો ત્યારે કોઈ પણ વાહન પસાર થતું ન હોવાથી મોટી જાનહાનિ થતા અટકી છે. બ્રિજ ધરાશાયી થતા જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
બંને ગામ વચ્ચેની અવર જવર માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા તજવીજ
વેલણ અને માધવાડ બંને ગામ વચ્ચે લોકોની અવર-જવર માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ઘટનાને પગલે હજુ સુધી કોઈ ઉચ્ચ અધિકારી કે મામલદાર પણ ડોકાયા નથી. આ બ્રિજ ધરાશાયી થતા બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે.
3 મહિના પહેલા રાજકોટમાં ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા બે યુવાનોના મોત થયા હતા
રાજકોટમાં ત્રણ મહિના પહેલા આજીડેમ ચોકડી પર આવેલા ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા બે યુવાનોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ આજુબાજુમાંથી લોકો એકત્ર થઇ ગયા હતા અને JCB વડે કાટમાળ ખસેડી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત બે વાહનો પણ દટાતા બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઓવરબ્રિજની નબળી કામગીરીને કારણે બે યુવાનોનો ભોગ લેવાયો છે. આ ઘટના CCTVમાં કેદ થયેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide