ખેડા જિલ્લામાં 167 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ

0
15
/

ડાકોરઃ ભારતમાં કોરોના વાઇરસનું જોખમ સતત વધી રહ્યું છે. ગુરુવારે ભારતમાં કોરોના વાઇરસના કારણે ચોથું મોત થયું હતું. ગુજરાતમાં પણ 5 વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાની માહિતી ખુદ આરોગ્ય કમિશનરે આપેલ છે. આ સાથે દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધતા કુલ કેસનો આંકડો 200ની નજીક પહોંચ્યો છે. જોકે કોરોના સંક્રમિત 20 દર્દીઓ સારવાર બાદ સાજા થયેલા હોવાના પણ અહેવાલ છે. ખેડા જિલ્લા 167 જેટલા નાગરિકો આરોગ્ય વિભાગના ઓબ્ઝર્વેશનમાં છે.
ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વૃદ્ધો અને બાળકો માટે એડવાઈઝરી જાહેર કરતાં 65 વર્ષથી વધુ વયના લોકો અને 10 વર્ષથી નાના બાળકોને ઘરમાં રહેવા જ સલાહ અપાઈ છે. જેને લઈ ડાકોરમાં શાંતિલાલ મોહનલાલ શાહ અશક્તાઆશ્રમમાં બહારના મુલાકાતીઓ માટે પ્રવેશ બંધી જાહેર કરાઈ છે. 37 વર્ષથી ડાકોરમાં કાર્યરત આ અશક્તાઆશ્રમમાં 85 જેટલા વૃધ્ધ મહિલા તેમજ પુરુષ વડીલો રહે છે. આશ્રમવાસી વૃદ્ધો કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે અશક્તાઆશ્રમના મેનેજમેન્ટ કમિટી અને સ્વજન સેવાર્થીઓ દ્વારા સખત ચોકસાઈ રાખવામાં આવી રહી છે.
આશ્રમવાસી વડીલ વૃદ્ધોની દૈનિક પ્રવૃતિઓ નિયમિત થાય છે પરંતુ તેમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા કોરોના જાગૃતિના તમામ નિયમો અને માર્ગદર્શનનું પાલન કરવામાં આવે તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. ખાસ સંજોગોમાં પરિવારજનોને મળવું હોય તો એક અલગ રૂમમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક આશ્રમવાસી વૃધ્ધને જમવા સમયે, ભજન સમયે કે આશ્રમમાં બાંકડે બેસવા સમયે નિશ્ચિત 1 મીટર જેટલું અંતર રાખવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અશક્તાઆશ્રમમાં સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. દરેક રૂમમાં સેનેટાઈઝર ,સાબુ હેન્ડવોશ ઉપલબ્ધ કરાવી સમયે સમયે ઉપયોગ કરવા જણાવ્યુ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/