ખેડા: તાજેતરમા જીલ્લામાં આજે વધુ ઓગણીશ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જીલ્લાના વડા મથક નડિયાદ શહેરમાં પાંચ, તાલુકામાં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે ઠાસરા તાલુકાના ચાર અને મહેમદાવાદમાં ત્રણ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે.
આ ઉપરાંત કઠલાલમાં બે અને ખેડા, ગળતેશ્વર, કપડવંજમાં એક- એક કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આ સાથે જીલ્લામાં કુલ કોરોના પોઝીટીવ દર્દીનો આંક ૭૫૬ પહોંચ્યો છે.
ખેડા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ના સઘન અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે કોરોના ટેસ્ટ માટેના કુલ-૧૩૯ સેમ્પલ લેવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં જિલ્લા આરોગ્ય તંત્રએ કુલ- ૧૨,૦૭૬ સેમ્પલ લીધા હતા. જેમાંથી ૧૧,૧૫૧ નેગેટીવ અને ૩૦૦ વ્યક્તિઓના રીઝલ્ટ પેન્ડીંગ હોવાનું ખેડા જિલ્લા આરોગ્ય શાખાની અખબારી યાદીમાં જણાવાયું છે. જ્યારે કોવિડ કેર સેન્ટરમાં કુલ-૧૧ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે આજરોજ પાંચ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં ૧૯૫ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ૭,૨૫૨ ઘરો અને ૨૯,૬૧૫ વસ્તીનો સર્વે કરવામાં આવેલ હતો.
નડિયાદ શહેરમાં નોંધાયેલા કેસ
* અરવિંદભાઈ વી. રાણા ઉં.વ. ૫૫, ખાટકીવાડ, સલુણ બજાર, નડિયાદ, * કાન્તાબેન એન. પટેલ ઉં.વ. ૭૭, આશ્રયપાર્ક સોસાયટી, પીજ રોડ, નડિયાદ, * પુરૂષ ઉં.વ. ૪૦ વનમાળી નગર, નડિયાદ, * પુરૂષ ઉં.વ. ૮૨ ડુમરાલ બજાર, નડિયાદ, * પુરૂષ ઉં.વ. ૬૨ આખડોલ તા. નડિયાદ, * પુરૂષ ઉં.વ. ૩૪ ગ્રામપંચાયત પાસે, મહોળેલ તા. નડિયાદ, * લીલાબેન વલ્લભભાઈ હરીજન ઉં.વ. ૬૦, રોડ પાસે, અલીન્દ્રા, તા. નડિયાદ
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide