જાણો રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા ખીચડીનો સ્વાદ માણવા બનાવો આ રીતે, મળશે પરફેક્ટ ટેસ્ટ

0
46
/

હાલ રાતના સમયે તમે લાઈટ અને ટેસ્ટી ફૂડની મજા લેવા ઈચ્છો છો તો તમે સૌથી પહેલા ખીચડીને યાદ કરો તે સ્વાભાવિક છે પણ જો તમે ખાસ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખીચડીની મજા લેવા ઈચ્છો છો તો તમે હેલ્ધી અને સ્વાદિષ્ટ ખીચડીનો સ્વાદ માણી શકશો. તેનાથી પેટમાં હળવાશ રહેશે અને તે ડાઈજેશન માટે પણ સારી રહે છે. જો તમે દિવસના સમયે વધારે ભારે ભોજન લીધું છે તો તમે રાતના સમયે આ મસાલા ખીચડીનો સ્વાદ માણી શકશો. આ ફૂડ નાના બાળકોથી લઈને મોટેરાંઓને પણ પસંદ આવે છે.

મસાલા ખીચડી બનાવવાનું કામ ઘણું સરળ છે. આ સાથે તેમાં અનેક પ્રકારના શાકનો ઉપયોગ કરાય છે. જે ખીચડીને વધારે ટેસ્ટી અને હેલ્ધી બનાવે છે. જો તમે મસાલા ખીચડીને ઘરે બનાવવા ઈચ્છો છો તો તમારે આ રીતને ફોલો કરી લેવાની જરૂર છે. તમે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી ખીચડી બનાવી શકશો.

  • અડધો કપ ચોખા
  • અડધો કપ મગની દાળ
  • 1 નંગ સુધારેલી ડુંગળી
  • 1 નંગ સુધારેલું ટામેટું
  • 2 ટેબલ સ્પૂન વટાણા
  • 1 નાનું સુધારેલું ગાજર
  • 2 ટેબલ સ્પૂન શિમલા મરચા
  • 1 ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ
  • 1-2 ચમચી લીલા મરચા સુધારેલા
  • 1/4 કપ સુધારેલી કોથમીર
  • 1/2 ટી સ્પૂન લાલ મરચું
  • 2 ટેબલ સ્પૂન ધાણાજીરું
  • 1/4 ટી સ્પૂન હળદર
  • 1/2 ટી સ્પૂન ગરમ મસાલો
  • 1 ચમચી હિંગ
  • 1 ટી સ્પૂન જીરું
  • 3-4 લવિંગ
  • 1 તમાલપત્ર
  • 1 ઈંચ તજનો ટુકડો
  • 1 ટેબલ સ્પૂન ઘી
  • 2-3 એલચી
  • સ્વાદ અનુસાર મીઠું

બનાવવાની રીત

ટેસ્ટી અને મસાલા ખીચડી બનાવવા માટે સૌથી પહેલા મગની દાળ અને ચોખાને સાફ કરો અને પછી તેમને ધોઈને પાણીમાં પલાળીને રાખો. હવે ડુંગળી, ટામેટા અને ગાજરના બારીક ટુકડા કરો. આ પછી પ્રેશર કૂકરમાં 1 ચમચી દેશી ઘી લો અને ગરમ કરો. ઘી પીગળે પછી તેમાં તમાલપત્ર, તજ, એલચી અને ચપટી હિંગ ઉમેરો અને શેકો. થોડી વાર પછી કૂકરમાં સુધારેલી ડુંગળી, મરચા, આદુ-લસણની પેસ્ટ મિક્સ કરો. જ્યારે ડુંગળી સોનેરી થાય તો સુધારેલા ટામેટા મિક્સ કરો. ટામેટા નરમ થાય તો કૂકરમાં ગાજર, શિમલા મરચા અને વટાણાને મિક્સ કરો. તેને એક મિનિટ સુધી ચઢાવો. આ પછી લાલ મરચું, ધાણા પાવડર, હળદર અને સૂકા મસાલા મિક્સ કરો કોથમીર ઉમેરો અને કૂકરનું ઢાંકણું લગાવીને 4-5 સીટી લો. આ પછી ગેસને ફાસ્ટ કરો અને સીટી આવે તો ગેસ બંધ કરો. કૂકરનું પ્રેશર નીકળી જાય ત્યાં સુધી રાહ જુઓ. ડિનર માટે ટેસ્ટી અને હેલ્ધી મસાલા ખીચડી તૈયાર છે. તેને ગરમાગરમ સર્વ કરો. 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/