અન્ય જિલ્લાના દર્દીઓને ધક્કો ન ખાવા પણ તંત્રનો ગર્ભિત નિર્દેશ
મોરબી : હાલ જામનગરની જી.જી.હોસ્પિટલ સહિતની હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઇ ગઇ છે. હાલ નવા બેડની વ્યવસ્થા માટે સતત પ્રયાસો ચાલુ છે પરંતુ આગામી પાંચ દિવસ સુધી નવા બેડ મળી શકે એવી કોઇ શક્યતા ન હોવાનું જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે.
મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાના કેસો ભયંકર રીતે વધી રહ્યા છે. ત્યારે હાલ દર્દીઓનો પ્રવાહ જામનગરની જીજી હોસ્પિટલ તરફ વધુ પ્રમાણમાં જઈ રહ્યો હોય હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ છે. તંત્ર દ્વારા નવી 200 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી તે પણ ગઇકાલે સાંજે ફૂલ થઇ જતા આજે કલેકટર દ્વારા સતત સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. જે મુજબ હાલ જામનગરમાં કોઇ નવા દર્દીઓ માટે બેડની વ્યવસ્થા નથી. અમે નવા બેડની વ્યવસ્થા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ આગામી પાંચ દિવસ સુધી નવા બેડ મળી શકે તેવી કોઇ શકયતા જણાતી નથી. કલેકટરના આ કથન પાછળનો નિર્દેશ કદાચ એવો હોય શકે કે, અન્ય જિલ્લાઓમાંથી જે દર્દીઓ અહીં આવી રહ્યા છે તેઓને ધક્કો ન થાય.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide


















