[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હાલ મોરબીના લખધીરપુર રોડ ઉપર ગતરાત્રે એક ડમ્પર પુરઝડપે દોડી રહ્યું હતું અને પાછળથી મસમોટા પથ્થરોનો વરસાદ કરતું ગયું છે. જેને પગલે હાલ આ રોડ ઉપર ટુ-વ્હીલર માટે અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર ઇન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ નજીક જીજે 36 વી 3011 નંબરનું ડમ્પર અત્યારે રાત્રીના સમયમાં પુરપાટ જઈ રહ્યું હતું અને ખાડાના કારણે પાછળથી તેનું પાટિયું ખુલ્લું થઈ ગયું હોય, મોટા પથ્થરો વેરાતા જઇ રહ્યા હતા. જો કે જાગૃત નાગરિક પારસભાઈ શાહે આ ડમ્પરને અટકાવ્યું હતું અને તેને આ અંગે જાણ પણ કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide