[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીના લક્ષ્મીનગર ગામે કલીનીક ખોલી કોઈપણ ડીગ્રી વિના દર્દીઓને દવા આપી પ્રેક્ટીસ કરતા મુન્નાભાઈ એમબીબીએસને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લક્ષ્મીનગર ગામે અક્ષર પ્લાઝમા આવેલ શ્રી રામ કલીનીકમાં તપાસ હાથ ધરી હતી જ્યાં આરોપી હિતેશ કાનજીભાઈ કારાવડીયા (ઉ.વ.૪૨) રહે ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ મોરબી વાળો પોતાના શ્રી રામ કલીનીકમાં કોઈપણ ડીગ્રી વગર બીમાર દર્દીઓને એલોપેથી દવાથી સારવાર કરી માણસોના આરોગ્ય સાથે ચેડા કરતો ઝડપાયો હતો મોરબી તાલુકા પોલીસે આરોપી નકલી ડોક્ટરને ઝડપી લઈને દવાનો જથ્થો કીમત રૂ ૮૧૩૯.૪૬ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide