હળવદ : સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા હળવદમાં દરેક જ્ઞાતિના સ્મશાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હળવદના નવયુવાનો ઉત્સાહ ભેર જોડાયા. અમદાવાદ થી સમાજ સુરક્ષા ફાઉન્ડેશનના ડાયરેક્ટર રક્ષા મહેતાએ હળવદને હરીયાળુ બનાવવાના શુભ આશયથી આ ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું.
આ લોક ઉપયોગી કાર્યમાં નવયુવાનોનો ઉત્સાહ સરાહનીય રહ્યો હતો. વૃક્ષા રોપણમાં લીમડો ,સરગવો ,હજારીગલ, જાંબુ, વડ, તુલસી ના ૧૧૧૨ વૃક્ષો વાવ્યા હતા. વૃક્ષા રોપણ માટે સવારે ૭ વાગ્યાથી શરૂ કરી સાંજે 6 વાગ્યા સુધી શ્રમ યજ્ઞ કરવામાં આવતો હતો.બે દિવસમાં બ્રાહ્મણનું સ્મશાન રબારીનું સ્મશાન, પ્રજાપતિનું સ્મશાન, દરજીનું સ્મશાન ,કંદોઈનું સ્મશાનમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંત ધનાળા ગામના સ્મશાન તેમજ હળવદના કબ્રસ્તાનમાં પણ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.આ તકે સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા ખાસ વન વિભાગના અધિકારી ડાંગરનો આભાર માન્યો હતો. જેમણે વૃક્ષો સાથે તેમના સ્ટાફને મોકલ્યો, સ્ટાફે પણ ખૂબ જ સહયોગ આપીને આ ભગીરથ કાર્યને સફળ બનાવ્યું હતું.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide