મોરબી તાલુકાના લીલાપર ગામ પાસે આવેલ સિરામિક યુનિટમાં મજૂરી કામ કરતા અને ત્યાં જ મજૂરોના કવાટર્રમાં રહેતા મજૂરો દ્વારા તેની પત્નીને “રસોઈ કેમ મોડી બનાવી છે” તેવું કહીને આજથી ત્રણ વર્ષ પહેલા મારમારીને જીવતી સળગાવવામાં આવી હતી જેથી કરીને પરિણીતાનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજયું હતું માટે મૃતક પરણિતાના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દિકરીને તેના જમાઇએ હત્યા કરી છે તેવી ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મૃતક મહિલાના પતિની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા આજરોજ જજ આશીષ ઓઝાએ આરોપીને આજીવન કેદની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે લીલાપર ગામની સીમમાં આવેલ લિવેન્ટ સિરામિક નામના કારખાનામાં મજૂરી કામ કરતા ભરતભાઈ શિવાભાઇ મકવાણાની પત્ની લીલાબેનને ગત તા. ૧૨/૫/૧૬ના રોજ તેની જ ઓરડીમાં રસોઈ બનાવવાની વાતમાં થયેલ માથાકૂટ બાદ ભરતભાઈ મકવાણાએ લીલાબેન ઉપર કેરોસીન છાંટીને ચાલુ પ્રાઇમસ નાખ્યો હતો અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ભરતભાઇ નાસી ગયો હતો જો કે, આ બનાવમાં લીલાબેન ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેઓને પ્રાથમિક સારવાર મોરબી ખાતે આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જો કે રાજકોટની વેદાંત હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું તા ૧૪/૫/૧૬ ના રોજ મૃત્યુ નીપજ્યું હતું જેથી મૃતક પરિણીતાના પિતા મગનભાઇ મોતીભાઇ બોચીયાએ તેના જમાઇ ભરતભાઇ શીવાભાઇ મકવાણાની સામે દિકરીની હત્યા કર્યાની ફરીયાદ નોંધાવી હતી
જે ફરીયાદમાં મગનભાઈ લખાવ્યુ હતું કે જે દિવસે હત્યાનો બનાવ બન્યો તે દિવસે રસોઈ કેમ મોડી બનાવી છે તેમ કહીને ભરતભાઈએ તેઓની દિકરી લીલાબેન સાથે બોલાચાલી શરૂ કરી હતી અને ત્યારબાદ માથાકૂટ કરીને ઓરડીમાં પડેલ કેરોસીનનાં ડબલામાંથી તેની દીકરી લીલાબેન ઉપર કેરોસીન છાંટીને ચાલુ પ્રાઇમસ તેની ઉપર નાખ્યો હતો અને ત્યારબાદ તે તેની ઓરડીમાંથી નાસી ગયો હતો આ બનાવની અંદર લીલાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું આ કેસ મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટમાં જજ આશીષ ઓઝા સમક્ષ ચાલી જતા કેસમાં સરકારી વકીલ તરીકે સંજયભાઇ દવે રોકાયેલા હતા તેમના દ્વારા કરવામાં આવેલ દલીલ તેમજ રજુ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપી ભરતભાઇ મકવાણાને આજીવન કેદની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide