[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: આવતીકાલે રફાળેશ્વર માં મહાશિવરાત્રી નિમિતે એક દિવસીય ભવ્ય લોકમેળાનું આયોજન રાખવામાં આવેલ છે
મોરબીમાં આવતીકાલે મહાશિવરાત્રિ ની ભવ્ય ઉજવણી થવાની હોય ઠેર ઠેર શિવાલયોમાં ‘દાદા’ ને સાજ શણગાર સજવામાં આવી રહ્યા છે. ત્રિલોકધામ ખાતે 1100 દિવડાની મહા આરતી યોજાનાર છે તો જાડેશ્વર મહાદેવજી ના મંદિરે પણ ભવ્ય આયોજન છે. ક્યાંક સંતવાણી ના કાર્યક્રમ પણ યોજાશે ભોળાનાથ ને રીઝવવા ભગીરથ પ્રયાસો થઈ રહ્યા હોય ત્યારે કોરોના કાળમા લોકો જ્યારે મનોરંજન વિસરી ગયા હોય પોતાના પરિવાર સાથે બે ઘડી હળવાશ અને આનંદ લઈ શકે તેવું લોકમેળાનું ભવ્ય આયોજન રફાળેશ્વર ખાતે કાલે કરાયેલ છે જ્યાં દરેક વિવિધ રાઈડ નો ખજાનો જે બાળકોને મનોરંજન પૂરું પાડશે તેમજ વિવિધ નાસ્તાના સ્ટોલ સાથે લોકોને ભોળાનાથ ના સાનિધ્ય મા આંનદમય ભક્તિભાવ ની અનુભૂતિ થાય તેવું મનપસંદ લોકમેળાનું આયોજન કરવામા આવશે તેવું અખબારી યાદીમાં રાજુભાઇ મીરાણી દ્વારા જણાવાયું છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide