મહા શિવરાત્રી પર્વે વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મંદિરે ચાર પહોરની આરતી, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે

0
76
/

[રિપોર્ટ: નીરવ ત્રિવેદી] મહા શિવરાત્રી પર્વ નજીક છે ત્યારે શિવભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ઉજવણીના આયોજન કરવામા આવ્યા છે જેમાં વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે ચાર પહોરની આરતી. લઘુરુદ્ર યજ્ઞ યોજાશે

વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વ નિમિતે સવારે ૬ કલાકે પૂજા, બપોરે ૧૨ કલાકે આરતી કરાશે બાદમાં યાત્રિકો માટે ફરાળ પ્રસાદ અને સાંજે આરતી યોજાશે તો રાત્રીના ચાર પહોરની મહાઆરતી કરવામાં આવશે જેમાં રાત્રે ૧૦ કલાકે, રાત્રે ૧૨ કલાકે, રાત્રીના ૨ કલાકે અને પરોઢે ૪ કલાકે એમ ચાર પહોરની મહાઆરતી થશે તે ઉપરાંત હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ધાર્મિક મહોત્સવનો ભક્તોએ લાભ લેવા જડેશ્વર મંદિર ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/