[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી જિલ્લાના માળીયાના ખાનખરેચી ગામે આજે ખેડૂત અને અધિકારીઓ વચ્ચે બબાલનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં 11 વર્ષ પહેલાં સંપાદન થયેલી જમીનમાં માઇનોર કેનાલની કામગીરી માટે અધિકારીઓ પોલીસને સાથે રાખીને આ ગામમાં પહોંચતા ખેડૂતોએ ઉગ્ર રજુઆત કરી હોવાનું દર્શાય રહ્યું છે. આ અધિકારીઓ આ કામગીરી માટે જાણ કર્યા વગર આવતા ખેડૂતોની ઉગ્ર રજુઆતથી બોલાચાલી થઈ હતી.
માળિયાના ખાખરેચી ગામે ખેડૂત અને અધિકારી વચ્ચે તું તું મેમેનો વિડીયો વાઈરલ થયો છે. જેમાં માળિયા તાલુકાના નર્મદા કેનાલ કમાંડ વિસ્તારના ખેડૂતોની જમીન વર્ષ 2012 માં સંપાદન થઇ હતી. 11 વર્ષ પહેલા સંપાદન થયેલી જમીન પર માઈનોર કેનાલની કામગીરી માટે અધિકારીઓ જેસીબી લઈને પહોચતા ખેડૂતોએ અધિકારીઓને રજૂઆત કરતા બંને વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી થઈ હતી. ખેડૂતોને અગાઉથી જાણ કર્યા વગર અધિકારીઓ આ કામગીરી માટે આવતા ખેડૂતોઉં તેમનો વિરોધ કર્યો હતો અને વીડિયોમાં એક ખેડૂત અધિકારીઓને રજુઆત કરતા કહે છે કે, આ જમીન સંપાદન થયાને 11 વર્ષ થયાં ત્યારે હવે છેક આ કામગીરી માટે એવો તો કમસેકમ ખેડૂતોને અગાઉથી જાણ કરવી જોઈતી હતી. ત્યારે સામાપક્ષે અધિકારીઓ જાણ કરી હોવાનું કહેતા ખેડૂતે તમે લખાણ ચોરે ચોંટાડીને જતા રહો તો ખેડૂતોને કેવી રીતે ખબર પડે? આથી અધિકારીએ અમારે ગામેં ગામ જાણ ન કરવાની હોય એથી ખેડૂતે ઉગ્ર સ્વરમાં તમે ગામની નહિ પણ ખેડૂતોની જમીન સંપાદન કરી હોય અધિકારીને આ કામ કરતા અગાઉ ખેડૂતોને જાણ કરવાની ફરજ બને અને જમીન સંપાદન થઈ હોવા છતાં અમે વાવતા હોય તો એનો તમારે કેસ કરવો જોઈએ પણ કેનાલના પાણી અમને મળતા ન હોય એની તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીશું તેવું જણાવતા કોન્ટ્રાક્ટરે ઉગ્ર ભાષામાં વાત કરતા ખેડૂતોએ તેમને સાઈડમાં ખસી જવાનું કહી અધિકારી સમક્ષ તમે અત્યારે કામગીરી કરશો તો અમે બે મહિનાથી ભારે ખર્ચા કરીને ખેતરમાં વાવ્યું એનું શું ? ત્યારે અધિકારીઓએ ફોનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી આ પરિસ્થિતિ વાકેફ કર્યા હતા. પણ સામાંપક્ષે ખેડૂતોએ જેસીબી આડે સુઈ જવાની વાત કરતા મામલો ગરમાયો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide