મોરબી: રાજયના ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે અને સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે -પંચાયત રાજયમંત્રી તેમજ પશુપાલન રાજયમંત્રી અને જિલ્લા પ્રભારમંત્રી દેવાભાઈ માલમની વિશેષ ઉપસ્થિતિ રહી
મોરબીઃ માળીયા(મીં) તાલુકાના વેજલપર ખાતેથી ‘‘સુજલામ્ સુફલામ્’’ જિલ્લાકક્ષા જળ અભિયાન-૨૦૨૨નો શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગ રાજયમંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી દેવાભાઇ માલમ વિશેષ ઉપસ્થિત શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે રાજયના ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે અને ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે.તેમણે મોરબી- માળીયા તાલુકામાં નર્મદાની મોરબી-માળીયા-ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ મારફત સિંચાઇ માટેનું પાણી આપવામાં આવી રહયું હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતું કે જિલ્લાના જે ગામોમાં નર્મદાનું સિંચાઇ માટેનું પાણી મળતું નથી તેવા ગામોને આવરી લઇ નર્મદાના સિંચાઇ માટેના નીર મળતા થાય તેવું આયોજન કરવામાં આવેલ છે. રાજયના ખેડૂતોને સમયસર સિંચાઇ માટેનું પાણી તેમજ વિજળી પૂરતા પ્રમાણમાં મળી રહે અને ખેડૂતો સમૃધ્ધ બને તે દિશામાં રાજય સરકાર કામ કરી રહી હોવાનું વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયાએ પ્રસંગોચિત ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે રાજયસરકારના સૌની યોજના થકી સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો ભરી પીવાના તેમજ સિંચાઇના પાણીની મુશ્કેલી ન રહે તેવા આયોજનના કારણે આજે પાણીની મુશ્કેલી રહી નથી.તેમણે ચોમાસા પછી દરેક જળ સ્ત્રોતો જીવંત કરવાના ભાગરૂપે તળાવો ઉંડા કરવા,હયાત ચેકડેમોનું રિપેરીંગ કરાવવું,વેસ્ટ વિયરનું મજબૂતીકરણ કરાવવું,નહેરોની સાફ સફાઈ કરાવી મરામત કરાવવું,નદી,વોકળા,કાંસ,ગટરની સાફ સફાઈ કરાવવી,નદી પુન:જીવિત કરવી વગેરે જેવા જળસ્ત્રોતોના નવિનીકરણના કામો કરવામાં આવી રહેલ હોવાનું વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર જે.બી.પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા,જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ સિંહોરા,જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જયંતિભાઇ પડસુંબીયા,તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠોડ,અગ્રણી સર્વ રણછોડભાઇ,જયુભા,બાબુભાઇ,કિશોરભાઇ,ગણેશભાઇ ભગત,જીતુભા,ઠાકરશીભાઇ,અનિલભાઇ વામજા,જિલ્લા સરપંચ હરેશભાઇ,પદાધિકારી- અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.
આ કાર્યક્રમનું સાબ્દિક સ્વાગત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સાવલીયાએ કર્યુ હતું અને આભાર વિધિ પ્રાંત અધિકારી ઝાલા દ્વારા કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide