માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ

0
87
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] માળિયા તાલુકા સેવા સદન ખાતે માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

માળીયા તાલુકા કોંગ્રેસ સમિતિ એ આપેલ આવેદનમાં જણાવ્યું કે રાજ્યસભામાં અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર વિશે અશોભનીય ટિપ્પણી કરવામાં આવી છે જેને લઈ દેશભરના અનેક લોકોની લાગણીઓને આઘાત પહોંચ્યો હોવાનું કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે. આ પ્રકારની ટિપ્પણીઓને ભારતના લોકશાહી માટે અનુચિત ગણાવી ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી સાથે મામલતદારને આવેદન પાઠવ્યું છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/