માળીયા(મી): ઇ-સ્ટેમ્પિંગની કામગીરી પુનઃ શરૂ થતાં લોકોમાં રાહતની લાગણી

0
40
/

માળીયા(મી) : વિગતોનુસાર છેલ્લા બે વર્ષોથી બંધ થયેલી ઇ-સ્ટેમ્પિંગની સુવિધા માળીયા મી.ની સબ રજીસ્ટ્રાર કચેરીમાં પહેલી ઓક્ટોબરથી પુનઃ શરૂ થતા માળીયા.મી તથા જોડિયાના લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે.

સબ રજીસ્ટાર કચેરી, માળીયા મી.માં સને 2018માં બંધ કરી દેવામાં આવેલ ઈ-સ્ટેમ્પીંગની સુવિધા પુનઃ શરૂ કરવા માટે રેવન્યુ બાર એસોસિએશન – મોરબી, તથા મોરબી જિલ્લા સરપંચ પરિષદ તેમજ માળીયા તાલુકા સરપંચ એસોસિએશને આવેદનપત્ર આપી ઘણા સમયથી માંગ કરી હતી. જેના અનુસંધાને કાર્યવાહી થતા તા. 1/10/2020ને ગુરુવારથી ઈ-સ્ટેમ્પિંગની સુવિધા પુનઃ શરૂ થતા લોકોએ રાહત અનુભવી છે. આથી હવે માળીયા તાલુકાના 52 ગામો તથા મોરબી, હળવદ તથા જોડિયા તાલુકાના અમુક ગામોના લોકો, વકીલોને ઇ-સ્ટેમ્પિંગ મેળવવા માં સરળતા રહેશે. ઈ-સ્ટેમ્પ પેપર લેવા જનારએ મિલકતની વિગતો, ખરીદનાર-વેચનારના નામ- સરનામા તથા ઇ-સ્ટેમ્પિંગ જેના નામનું લેવાનું હોય તેના આધારકાર્ડની ઝેરોક્ષ સાથે રાખવી. જેથી ઈ-સ્ટેમ્પ પેપર મેળવવામાં મુશ્કેલી ન પડે. રેવન્યુ બાર એસોસિએશન, મોરબીના પ્રમુખ સંજયભાઈ રાજપરા, મોરબી જીલ્લા સરપંચ એસોસિયેશનના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા, તેમજ તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ ભાવેશભાઇ સાવરીયાની એક સંયુક્ત યાદીમાં ઉપર મુજબ જણાવવામાં આવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/