ખાખરેચી ચંદ્રમૌલી ગ્રુપના એમ.ડી અને નાની ઉંમરે જિલ્લા પંચાયત બેઠકની ચુંટણીમાં વિજય મેળવી સારી લોકચાહના મેળવનાર મહેશભાઈના જન્મદિવસે સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો ધોધ
હાલ માળીયામિંયાણાના ખાખરેચી ગામના અને મોરબી જિલ્લા પંચાયતની નવ ખાખરેચી બેઠકના સદસ્ય મહેશભાઈ.ડી.પારજીયાનો આજે જન્મદિવસ છે તેઓ આજે જીવનના સફળતાના શિખર સર કરી જિંદગીની સફળ સ્વસ્થ સફરના વધુ એક વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તેઓ ચંદ્રમૌલી ગ્રુપના એમ.ડી ઉપરાંત નાની ઉંમરમાં મોટુ નામ કરનાર સફળ વ્યકતિ તરીકે ઉભરી આવ્યા છે મહેશભાઈ ગામ તેમજ તાલુકામાં પ્રજાના સારા પ્રતિનિધિ તરીકે અને એક જાગૃત નાગરીક તરીકે ખેડુતોના પ્રશ્ન હોય કે સામાજિક કાર્ય હોય તેમને કોરોના માં પણ સતત પ્રજાની વચ્ચે રહી તેમની સાથે તેમના મિત્ર સંદીપભાઈ કાલરીયા એ હરહંમેશ ખડે પગે રહી નીડર નિષ્પક્ષ કામગીરીથી તેઓની લોકચાહના ઉડીને આંખે વળગે તેવી છે અને હંમેશા શાંત સુશીલ સ્વભાવ ધરાવતા હોય નાની ઉંમરે રાજકારણમાં ઝંપલાવી જિલ્લા પંચાયત બેઠકની ચુંટણીમાં જીત મેળવી સારી નામના સાથે ઉભરી આવેલા મહેશભાઈ પારજીયાનો આજે જન્મદિવસ છે તેઓ લાગણીશીલ સ્વભાવના હોય ચંદ્રમૌલી ગ્રુપના એમડી તરીકે પોતે બહોળુ નેટવર્ક ધરાવતા ગામના નાના મોટા ધાર્મિક કાર્યો હોય કે સામાજિક તેઓ હંમેશા અગ્રેસર રહી સેવા આપતા હોય છે તાજેતરમાં કોરોના મહામારીમાં ખડેપગે રહી પ્રજાને પડતી હાલાકી કે સમસ્યાને હલ કરવા સતત દોડતા રહ્યા છે અને પોતે કોરોનાની ઝપટે પણ ચડ્યા હતા પરંતુ પ્રજાના સાચા પ્રતિનિધિ તરીકે તેઓ કોરોના મહામારીમાં દોડતા રહી સરકારી હોસ્પિટલમાં સહયોગી બની અન્ય લોકોને પ્રેરણારૂપ બન્યા હતા ત્યારે આજે તેમના જન્મદિવસે જીતેન્દ્રભાઈ.ડી.પારજીયા તેમજ સહપરીવારે જન્મદિવસની શુભકામના પાઠવી લાંબી ઉંમરની દુઆ સાથે જીવનમાં ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી તેમજ તેઓ ૯ ખાખરેચી જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટીના સદસ્ય હોય પાર્ટીના સક્રીય કાર્યકરો વડીલો અને મિત્રો તેમજ ચંદ્રમૌલી ગ્રુપના સદસ્યો સહીત નામી અનામી મિત્રો દ્વારા વહેલી સવારથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને ફોન પર શુભકામનાનો વરસાદ વરસાવી તેઓના હિતેચ્છુઓ જન્મદિવસની શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે. તેમજ તેમના મિત્ર સંદીપભાઈ કાલરીયા પણ જન્મદિનની વિશેષ શુભેચ્છા પાઠવે છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide