હવે મોરબી જિલ્લામાં લગ્ન સમારંભમાં માત્ર 50 લોકોની છૂટ, ઉજવણી પર પ્રતિબંધ

0
132
/

મોરબી : હાલ રાજ્યમાં કોરોના સંક્રમણનું જોખમ વધતા ગુજરાત હાઇકોર્ટે આપેલ સૂચન મુજબ ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા કોરોના અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને આજે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો અમલ તા. 14થી 30 એપ્રિલ સુધી કરવાનો રહેશે. જાહેરનામા દર્શાવેલ નિયમો નીચે મુજબ છે.

1. લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 50થી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહિ.

2. રાત્રિ કર્ફ્યુ અમલમાં છે ત્યાં કર્ફ્યુમાં સમયની અવધી દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહિ.

3. મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધી / ઉત્તરક્રિયામાં 50થી વધારે વ્યક્તિ એકત્ર થઇ શકશે નહીં.

4. જાહેરમાં રાજકીય/સામાજીક/ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે.

5. એપ્રિલ તથા મે માસ દરમ્યાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહી. તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/