મેરેજ બાદ આ કારણોથી જરૂરી છે શારીરિક સંબંધો, ખરેખર છે જાણવા જેવું

0
23
/

દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક એ પ્રશ્ન આવે છે કે શું વૈવાહિક જીવનમાં સેક્સ જરૂરી છે. અંગત સંબંધોની લગ્ન જીવન પર શું અસર પડે છે. શું કોઈ સંબંધની સફળતા અને અસફળતા ફક્ત આ એક વાત પર નિર્ભર કરે છે. શું આ સંબંધ સેક્સ વિના ખતમ થઈ જાય છે. શારીરિક સંબંધોને લઈને દરેક વ્યક્તિના પોતાના વિચારો હોય છે. મૂળ રીતે તે પ્રેમ દેખાડવાની રીત છે. જ્યારે 2 લોકો એકમેકને સંપૂર્ણ રીતે પોતાના માની લે છે અને એકમેક પર ભરોસો કરી લે છે તો તેઓ શારીરિક સંબંધો માટે આગળ વધે છે. આપણા સમાજમાં લગ્ન બાદના સંબંધોને માન્ય રાખવામાં આવે છે. પરંતુ લિવ ઈન રિલેશનશીપના વિચારોને અનેક હદ સુધી પ્રભાવિત કરી શકાય છે. એવામાં એ જાણી લેવું જરૂરી છે કે કોઈ પણ સંબંધની કામયાબી માટે શારીરિક સંબંધો જ મહત્ત્વના છે કે નહીં.

પ્રેમ દેખાડવાની રીત

કોઈ પણ સંબંધને માટે શારીરિક સંબંધ કે અંતરંગ સંબંધ મહત્ત્વના હોય છે કેમકે તે પ્રેમ દેખાડવાનો કામયાબ નુસખો છે. મોટાભાગે જોવા મળે છે કે જે સંબંધોમાં સેક્સની ખામી હોય છે તેમના સંબંધોમાં જલ્દી તિરાડ પડે છે અથવા તો આ કપલ્સની વચ્ચે મતભેદ જોવા મળે છે.

રસ દેખાડવાની રીત

સેક્સ્યુઅલ લાઈફથી એ પણ ખ્યાલ આવે છે કે પાર્ટનરની વચ્ચે કેવી અન્ડરસ્ટેન્ડિંગ છે. તે એકમેકમાં કેટલો રસ રાખે છે અને એકમેકને માટે શું વિચારે છે. કોઈ પણ કપલની સેક્સ લાઈફ તેમની વચ્ચેના ભરોસાનું પ્રતીક હોય છે.

સ્ટ્રેસ દૂર કરીને ઝઘડો ઉકેલશે

શોધમાં સાબિત થયું છે કે સેક્સ સ્ટ્રેસને ઘટાડે છે અને એવામાં શારીરિક સંબંધ સ્ટ્રેસ ઘટાડવાની સાથે નાના મોટા ઝઘડાને ઉકેલવામાં પણ મદદ કરે છે.

અસુરક્ષાની ભાવના ઘટાડવા માટે

સેક્સ્યુઅલ લાઈફથી પાર્ટનરની વચ્ચે ભરોસો વધે છે અને તેમનામાં એકમેકને લઈને કોઈ અસુરક્ષાનો ભાવ હશે તો તે પણ દૂર થાય છે.

સ્વાસ્થ્ય માટે લાભદાયી

હેલ્ધી લાઈફ માટે સેક્સને કારગર માનવામાં આવે છે. સેક્સ બાદ જે હોર્મોન બને છે તે શરીરની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. આ સમયે 1 મિનિટમાં 5 કેલેરી ખર્ચ થાય છે. તેનાથી તે લાંબા સમય સુધી કસરત કરવા જેટલો ફાયદો થાય છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/