મોરબી : મોરબીના અજય લોરીયા સહિતના યુવાનોની ટીમ ફરી એકવાર ભારત માતાના વીર સપૂતોની વહારે આવી છે. જેમાં અગાઉ આ રાષ્ટ્રભક્ત યુવાનોની ટીમે આંતકી હુમલામાં શહીદ થયેલા ભારત માતાના વીર સપૂતોના પરિવારોના ઘરે પહોંચીને હાથોહાથની સહાય અર્પણ કરી હતી. ત્યારે ગત વર્ષે ચીનના હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને પણ હવે હાથોહાથની સહાય આપવા રવાના થશે.
ગયા વર્ષ ભારતની સરહદ ગાલવાન ઘાટીમાં ચીનને નફટાઈની હદ વટોળી દીધી હતી અને ચીનના સૈનિકોએ ભારતીય સેના ઉપર હુમલો કર્યો હતો. આ ચીનના હુમલામાં ભારતીય સેનાના જવાનોને શહીદી વહોરવી પડી હતી. ત્યારે આ શહીદ જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવી તેમને સ્વમાનભેર જીવન જીવવા માટે સહાયભૂત થવા માટે મોરબીના રાષ્ટ્ભકત અજયભાઈ લોરીયા અને તેમનો પરિવાર આગળ આવ્યો છે.
તેમના જણાવ્યા અનુસાર ગત વર્ષે ચીનના હુમલામાં શહીદ થયેલા ભારતીય સેનાના જવાનોના 10 થી વધુ પરિવારને હાથોહાથની સહાય આપવા જવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગાલવાન ઘાટીની જે બટાલિયન હોય છે. એ બટાલિયનનો સ્થાપના દિવસ 10 ફેબ્રુઆરી હૈદરાબાદમાં ઉજવાય છે ત્યારે શહીદ જવાનના પરિવાર આવવાના હોય ત્યારે એમના પરિવારને મળી 1 પરીવાર દીઠ 1 લાખ રૂપિયાની સહાય અજય લોરીયાનો પરીવાર અર્પણ કરશે. આ સાથે મોરબીના કોઈ અન્ય દાત્તાઓએ સહાય આપવી હોય એ અજય લોરિયાનો 99134 33333 પર કોન્ટેક કરે તેવી અપીલ કરવામાં આ છે.તેમના જણાવ્યા અનુસાર ગત વર્ષે ચીનના હુમલામાં શહીદ થયેલા ભારતીય સેનાના જવાનોના 10 થી વધુ પરિવારને હાથોહાથની સહાય આપવા જવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગાલવાન ઘાટીની જે બટાલિયન હોય છે. એ બટાલિયનનો સ્થાપના દિવસ 10 ફેબ્રુઆરી હૈદરાબાદમાં ઉજવાય છે ત્યારે શહીદ જવાનના પરિવાર આવવાના હોય ત્યારે એમના પરિવારને મળી 1 પરીવાર દીઠ 1 લાખ રૂપિયાની સહાય અજય લોરીયાનો પરીવાર અર્પણ કરશે. આ સાથે મોરબીના કોઈ અન્ય દાત્તાઓએ સહાય આપવી હોય એ અજય લોરિયાનો 99134 33333 પર કોન્ટેક કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide