સમુહ નહીં તો સૌના ઘેર લગ્ન: ફરી મોરબી સતવારા સમાજના શ્રી સતવારા સહકાર મંડળ મોરબીએ પ્રેરણા આપી

0
495
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીમા શ્રી સતવારા સહકાર મંડળ દ્વારા દર વર્ષે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને વધુ લોકો એક જ જગ્યાએ એકત્રીત ના થાય તે માટે સમુહ લગ્ન સમીતી તેમજ હોદેદારોએ નવતર અભિગમ અપનાવ્યો છે.

જેમાં આ વર્ષે સૌને ઘેર સમુહ લગ્નમાં ૩૧ નવદંપતી પોતપોતાના ઘરે પ્રભુતામાં પગલા માંડશે.
જે લગ્નવિધી મહા સુદ નોમને તારીખ ૧૦ -૨- ૨૦૨૨ને ગુરુવારના રોજ સૌને ઘેર (પોત પોતાના ઘરે) સરકારશ્રીના નીયમોના ચુસ્ત પાલન સાથે લગ્નવિધી સંપન્ન થશે.

આ સૌને ઘેર સમુહ લગ્નમાં દરેક દિકરીઓને કરીયાવરમાં લાકડાની શેટી તેમજ સોના, ચાંદીના ઘરેણાની વીવીધ વસ્તુઓ સાથે વાસણ અને જરૂરી ૧૦૨ એકસોને બે વસ્તુઓ કરીયાવર દાનમાં આપવામાં આવશે. જે સતવારા સમાજના સૌ દાતાઓના સહયોગથી શક્ય બન્યુ છે.
શ્રી સતવારા સહકાર મંડળ દ્વારા યોજાતા સમુહ લગ્નોત્સવમાં કરીયાવરના મોટાભાગના દાતાઓ કાયમી દાતા છે.

જેમાં ગત વર્ષેની જેમ આ વર્ષે પણ મુખ્યદાતાનું ગૌરવ “પરમાર બંધુ” એટલે કે દર્શનભાઇ દિલીપભાઇ પરમાર અને ઉડાન ટ્રાવેલ વર્લ્ડ વાળા નિરવભાઇ દિલિપભાઇ પરમારે મેળવ્યુ છે. જેમા તેઓએ દરેક દિકરીઓને ગોદરેજના કબાટ દાન આપેલ આપશે. જે તેમની લાડકી દિકરી “કુમારી ગૌતમી” દર્શનભાઇ પરમારના નામે આપેલ હતા.

આજરોજ દરેક ૩૧ દિકરીઓને કરીયાવર એનાયત કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી જયંતીભાઇ પટેલ, મોરબી નગરપાલિકાના પ્રમુખશ્રી કુસુમબેન પરમાર, મોરબી શહેર ભાજપ મહામંત્રીશ્રી ભાવેશભાઇ કંઝારીયા અને આજના કાર્યક્રમના અદ્યક્ષશ્રી મેરૂભાઇ કંઝારીયા તેમજ સમુહ લગ્ન સમિતી મંચથ બિરાજમાન હતા.

આમંત્રીત મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્યબાદ સ્વાગત કરવામાં આવ્યા ત્યાર બાદ કરીયાવરના દાતાશ્રીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
સ્વાગત વિધી કન્વીનરશ્રી વિજયભાઇ પરમારે કરી ત્યાર બાદ પ્રમુખશ્રી મેરૂભાઇ કંઝરીયા તેમજ કન્વીનરશ્રી ભાવેશભાઇ કંઝારીયાએ પ્રસંગોચિત વક્તવ્ય આપેલ તેમજ પ્રમુખશ્રી દુર્લભજીભાઇ દેથરીયા અને જયંતીભાઇ પટેલ દ્વારા મંડળના આ કાર્યને બિરદાવ્યુ હતું. ત્યાર બાદ વિજયભાઇએ આભાર વિધી કરેલ. બપોરના ભોજન બાદ દરેક દિકરીઓના વાલીઓને કરીયાવર આપી ને વિદાય કરવામાં આવ્યા.

આ સાતમાં સૌને ઘેર સમુહ લગ્નને સફળ બનાવવા સમુહ લગ્ન સમિતી તેમજ કરીયાવર વ્યવસ્થાપન સમીતીએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

સમુહ લગ્ન સમિતી
પ્રમુખશ્રી મેરૂભાઇ કંઝારીયા
ઉપપ્રમુખશ્રી ધરમશીભાઇ હડિયલ
મંત્રીશ્રી લાલજીભાઇ જાદવ
કન્વીનરશ્રી ભાવેશભાઇ કંઝારીયા
કન્વીનરશ્રી વિજયભાઇ પરમાર
સહ કન્વીનરશ્રી પ્રભુદાસ ડાભી
સહ કન્વીનરશ્રી દિનેશભાઇ પરમાર
સહ કન્વીનરશ્રી દેવશીભાઇ ડાભી
કરીયાવર સમિતી કન્વીનરશ્રી
વિનોદભાઇ પરમાર

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/