બ્લેક ટ્રેપ અને રેતી ચોરી કરતા 90 લાખના ત્રણ ડમ્પર પોલીસ હવાલે, દંડનીય કાર્યવાહી
મોરબી : તાજેતરમા મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરતા તત્વો ઉપર સતત ધોસ બોલવાવામાં આવી રહી છે જેમા ટંકારા નજીકથી બ્લેક ટ્રેપ અને સાદી રેતીની ખનીજ ચોરી મામલે 90 લાખની કિંમતના ત્રણ ડમ્પર કબ્જે કરી પોલીસને સોંપી આપી દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સૂચના બાદ ભુસ્તરવિજ્ઞાન અને ખનીજનાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવિ કણસાગરા અને રાહુલ મહેશ્વરી દ્વારા ટંકારા ખાતેથી ડમ્પર નં GJ-36-V-3505 અને GJ-36-T-9218ને બ્લેકટ્રેપ ખનીજ ચોરી સબબ તેમજ ડમ્પર નંબર GJ-03-BY-5015 ને સાદી રેતી ખનીજનાં ગેરકાયદેસર રીતે વહન કરવા બદલ પકડી સીઝ કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે નેવું લાખનો મુદામાલ સોંપી આપી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide