મીતાણાના તલાટી કમ મંત્રીની અરણીટીંબામાં બદલી થતા વિદાયમાન સમારંભ યોજાયો ગયો

0
95
/

નગરજનોએ કર્મનિષ્ઠ યુવા મંત્રીને વિદાય આપી નવનિયુક્ત તલાટીએ ચાર્જ સંભાળ્યો

ટંકારા: ટંકારાની મીતાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એન.એચ. સોનારાની અરણીટીંબા ખાતે બદલી થતા નગરજનોએ કર્મનિષ્ઠ અને જોશીલા યુવા મંત્રીને માનભેર વિદાય આપી હતી.

મીતાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એન.એચ. સોનારાની માંગણી મુજબ વાંકાનેરના અરણીટીંબા ખાતે બદલી કરવામાં આવી હોય જેના સ્થાને આજરોજ ભાવિનભાઈ વિરમગામને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.આ તકે તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ દુબરીયા,સરપંચ ભૂમિકાબેન દેવડા,ઉપસરપંચ કાંતાબેન મુંધવા, પ્રાથમિક શાળાના આચાર્ય,હાઇસ્કૂલના આચાર્ય બોડીના તમામ સભ્યો,નિવૃત તલાટી જી.ટી.દેવડા સહિત મોટી સંખ્યામાં ગામ આગેવાનોએ ઉપસ્થિત રહી સોનારાને વિદાય આપી હતી. તેમજ ભાવેશભાઈ વિરમગામને આવકાર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી મીતાણા તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા સોનારાનો ગ્રામજનો સાથે ઘર જેવો ધરોબો હતો.નાના મોટા કામ અને સરકારી યોજના ઉપરાંત ડેમી 1 ડેમ વરસાદના વાવડની સૌથી ઝડપી અને સચોટ માહિતી આપતા રહ્યા હતા.સોનારાનું માદરેવતન વાંકાનેર છે ત્યારે ઘણા સમયથી માગણી મુજબ સોનારા અરણીટીંબા જવા માગતા હતા. અંતે માંગણી પૂરી થતા સોનારાએ માદરેવતન જવાની ખુશી વ્યક્ત કરી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/