ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતથી 57 કરોડ ખર્ચે વાંકાનેર-પલાસ-માથક રોડ મંજૂર

0
75
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] વાંકાનેર : હાલ વાંકાનેર-પલાસ-માથક રોડને પહોળો કરવાની રજૂઆત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા સરકારમાં કરવામાં આવી હતી. ત્યારે જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાને લઈને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ રસ્તાના કામને મંજૂરી આપી છે. જેમાં વાંકાનેર નેશનલ હાઈવેથી પાડધરા, પલા, વીડી જાંબુડિયા સુધીનો આશરે 24 કિલોમીટરનો રસ્તો 57 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે.

મંજૂર કરાયેલા આ કામમાં 4.7 કિલોમીટરથી 20 કિલોમીટર સુધીનો રસ્તો કેરેઝ વેને 5.5 મીટરથી 7 મીટર પહોળો કરવામાં આવશે જ્યારે 20 કિલોમીટરથી 28.600 કિલોમીટરનો રસ્તો 3.75માંથી 7 મીટર પહોળો કરવામાં આવશે. સાથે જ આ રસ્તામાં આવતા નાળા પુલીયાને રીકન્સ્ટ્રક્શન અને જરૂરિયાત મુજબ પહોળા કરવાની કામગીરી કરવામાં આવશે. રોડનું આ કામ મંજૂર થતાં ધારાસભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/