માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ સમીક્ષા શરૂ કરી

0
184
/

મોરબી: હાલ કોરોના વાઈરસની બીજી અને વધુ ખતરનાક લહેર ચાલી રહી છે. જેણે મોરબી જિલ્લામાં ચોતરફ હાહાકાર મચાવ્યો છે. સરકાર અને ગ્રાઉન્ડ લેવલ પર મેડીકલ સ્ટાફ પ્રશંસનીય કામગીરી બજાવી રહ્યા છે. ત્યારે વધુ સારા સંકલન માટે તથા પ્રજાની સુખાકારી જાણવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આજે મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સા.આ. કેન્દ્ર તથા આયુર્વેદિક દવાખાનાની મુલાકાત લઈ રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય અમૃતિયા તમામ સ્થળો પર આરોગ્ય સ્થિતિની સમીક્ષા કરી ખૂટતી સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રયાસ કરી રહ્યા છે.

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ગામડે – ગામડે પ્રવાસ શરૂ કર્યો છે આજરોજ સવારે 9 કલાકે રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી પ્રવાસનો આરંભ કરાયો હતો. સવારે 10 કલાકે જેતપર (મ) સામુહિક આરોગ્ય કેન્દ્ર, 11 કલાકે ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બપોરે 12 કલાકે જુના ઘાટીલા આયુર્વેદિક દવાખાને, બપોરે 1 કલાકે માળીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને બપોરે 2 કલાકે ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કાંતિલાલ અમૃતિયા મુલાકાત લેશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/