[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીમાં ગંદકી અને તૂટેલા રોડ રસ્તા મામલે પ્રજાએ સોશિયલ મીડિયામાં પોતાની વેદના ઠાલવ્યા બાદ ગઈકાલે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ દ્વારા વિડીયો સંદેશ જાહેર કરવામાં આવયા બાદ કોંગ્રેસી આગેવાનોએ ધારાસભ્યને જાહેર નિવેદન મારફતે વિડીયો સંદેશમાં વાત કરો છો તેવી નક્કર કામગીરી કરવા જમીન ઉપર આવવા ટકોર કરી હતી.
મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી અને મોરબી શહેર કોગ્રેસના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાના વિડીયો સંદેશ અંગે જાહેર નિવેદન સાથે પ્રતિક્રિયા આપતા ધારાસભ્યને અણીયારો સવાલ પૂછતાં જણાવ્યું છે કે, કાંતિભાઈ છેલ્લા 25 વર્ષમાં મોરબીની પ્રજાની સુવિધા માટે તમે શું કર્યું ? 1995માં નગરપાલિકાને મકાન માર્ગ વિભાગ મારફત બનાવેલ ભૂગર્ભ ગટર તૈયાર કે ટેસ્ટીંગ કરવાય વગર જ પધરાવવા આવી ત્યારે કેમ કઈ ન બોલ્યા, મોરબીમાં ધરતીકંપ આવ્યો અને ભૂગર્ભ ગટરની ચેમ્બરો તૂટી ગયેલ જે આજ સુધી બનાવવામાં આવેલ નથી પાણીનો નિકાલ બંધ થયેલ છે ! નવી ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલ તે હજુ સુધી પૂર્ણરૂપ કાર્યરત થયેલ નથી અને જે નવી બનાવેલ ગટરને પણ જૂની ગટરની ચેમ્બર સાથે જોડી દેવામાં આવેલ છે. એક તો નાના પાઇપ નાખેલ અને એ પણ લાઈન લેવલ વગરના નાખી દેવામાં આવેલ છે તે પણ આપના ઘ્યાનમાં હશે જ.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide