મો૨બી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ કેસ (જમીન પચાવી પાડવા) ના કાયદા હેઠળ ધરપકડ થયેલ આરોપીઓ રાજેશભાઈ ધનાભાઈ ડાભી જાતે કોળીનો જામીન પર છુટકારો
મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદીએ ફરીયાદ નોંધાવી હતી કે આરોપીએ ફરીયાદીની માલીકીની વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામના સર્વે નંબર ૯૮/૧ વાળી છે. ૧-૧૩–૩૧ ની આશરે ૬ વીઘા જેટલી જમીન પચાવી પાડવાના આશયથી પોતાનો અનઅધીકૃત કબ્જો ચાલુ રાખી વાવેતર કરી પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરી ગુનો કર્યા બાબતની વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વીરુધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ કાયદાની કલમ- ૪ (૧)(૩) પ (સી) મુજબ નોંધી ધરપકડ કરવામાં આવી હતી.આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ અગેચાણીયા રોકાયેલ.આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નિર્દોષ છે.ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે.આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે. અમો આરોપીની સીધી કે આડકતરી આ ગુનામાં સંડોવણી નથી કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી.પ્રથમ દર્શનીય રીતે આરોપીઓની આ ગુનામાં સંડોવણી નથી તેમજ બેઈલ માટેના વીવીધ ચુકાદાઓ ૨જુ ક૨ેલ.આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.આ કામમાં આરોપી ત૨ફે મો૨બી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જે.ડી.સોલંકી, જીતેન અગેચાણીયા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, સાગર પટેલ, દીવ્યા સીતાપરા, ડીમ્પલ રૂપાલા, શૈહનાજ ખાન રોકાયેલા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide