હળવદમાં ગઈકાલે 3 પોઝિટિવ કેસ બાદ આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
હળવદ : મોરબી જિલ્લામાં રવિવારે એક દિવસમાં અધધ 25 કેસ કોરોનાના નોંધાયા બાદ આજે સોમવારે સાંજે વધુ એક કોરોના કેસ નોંધાયો છે. જેમાં હળવદમાં અગાવ પોઝિટિવ આવેલ પિતા બાદ પુત્રનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ જાહેર થયો છે.
હળવદમાં નોંધાયેલા કેસની મળતી વિગત મુજબ હળવદ શહેરના ગિરનારી નગરમાં રહેતા 28 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેનું સેમ્પલ રાજકોટ ખાનગી હોસ્પિટલ દ્વારા લઈ અમદાવાદ ખાનગી લેબમાં મોકલવામાં આવ્યું હતું. આ યુવાનના પિતાનો પણ બે દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મોરબી જિલ્લામાં આજના આ કેસ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 249 થઈ ગયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide