મોરબી જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 183 થયો
મોરબી : મોરબીમાં આજે સોમવારે બપોર સુધીમાં 6 કેસ બાદ સાંજના 5.45 વાગ્યે વધુ 3 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે આજે સોમવારના કુલ કેસ 9 થઈ ગયા છે. અને મોરબી જિલ્લાનો કુલ કોરોના કેસનો આંકડો 183 થઈ ગયો છે.
મોરબીમાં સોમવારે બપોરે 1.30 વાગ્યા સુધીમાં 6 કેસ નોંધાયા હતા.(જેની વિગત અગાવના સમાચારમાં આપેલ છે) ત્યારે બાદ સાંજે 5.45 વાગ્યે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની મળતી વિગતો મુજબ મોરબી શહેરના બોરીચા વાસમાં રહેતા 70 વર્ષના મહિલાનો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જ્યારે જામનગર લેબમાં મોકલાયેલા સેમ્પલમાંથી બે રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. જેમાં મોરબી શહેરના નવલખી રોડ પર રહેતા 54 વર્ષના પુરુષ અને મોરબી શહેર(સરનામું આપેલ નથી)માં રહેતા 37 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથે આજે સોમવારે સાંજ સુધીમાં કુલ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને આ સાથે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 183 પર પોહચી ગઈ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide