મોરબી: હાલ ખોવાયેલ રૂપિયા 1.11 લાખની કિંમતના મોબાઈલ મોરબી સીટી બી ડીવીજન પોલીસે ટેકનોલોજીની મદદથી શોધી કાઢ્યા છે. મોરબીમાંથી ખોવાયેલ મોબાઈલ શોધી કાઢવા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને પગલે
મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હતો. આ દરમિયાન પોલીસ સ્ટાફે ટેકનીકલ વર્ક આઉટ કરી ખોવાયેલ ૨૦,૦૦૦ ની કિંમતનો ઑપ્પો એફ9 પ્રો, ૧૫હજારની કિંમતની રેડ મી નોટ 10, ઑપ્પો એફ 11, વિવો વાય 20 સહિત કુલ 1.11 લાખ રૂપિયાની કિંમતના છ મોબાઈલ જુદા જુદા સ્થળોએથી શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યા હતા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
