મોરબી : હવે 1 ઓગસ્ટથી જાહેરમાં થૂંકશો કે માસ્ક નહિ પહેરો તો રૂ. 500નો દંડ વસૂલાશે

0
135
/

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આગામી તા. ૧ ઓગસ્ટ-ર૦ર૦ શનિવારથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને પ૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ આ દંડની જે રકમ ર૦૦ રૂપિયા છે. તે તા. ૧ ઓગસ્ટથી પ૦૦ રૂપિયા સુધીનો કરવામાં આવશે.

વધુમાં, મુખ્યમંત્રી દ્વારા નાગરિકો, પ્રજાજનોને સરળતાથી માસ્ક ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યભરના અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયાની કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે. આ માસ્ક રૂ. ૧૦ની કિંમતે પાંચ માસ્કના પેકિંગમાં જાહેર જનતાને અમૂલ પાર્લર પરથી મળી રહે તેવા દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીએ આપ્યા છે. તેમણે સમગ્ર રાજ્યમાં તા. ૧ ઓગસ્ટથી આ દંડની જોગવાઇઓનો ચુસ્તપણે અમલ કરવા પણ તંત્રવાહકોને સૂચના આપેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/