જેતપર-મચ્છુ સરકારી હોસ્પિટલે 108 સેવાની ટીમને બિરદાવી પ્રમાણપત્ર આપ્યું
મોરબી : હાલ મોરબી તાલુકાના હરીપર કેરાલા ગામના અંતરિયાળ વિસ્તારમાં રહેતી સુમતીબેન ડામોર નામની સગર્ભાને સવારના સમયે પ્રસૂતિની પીડા ઉપાડતા ૧૦૮ ઈમરજન્સી સેવાને જાણ કરી હતી. જેના પરથી જેતપર-મચ્છુની ૧૦૮ની ટીમના ઈએમટી વિજયભાઈ અને પાઇલોટ જગદીશભાઈ તરત જ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા હતા.
તેઓ કેરાલા ગામ નજીક પહોંચતા ગામના કાચા કીચડ વાળા રસ્તા પાસે વચ્ચે એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હોવાથી મહિલાને એમ્બ્યુલન્સ સુધી લાવવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. જો કે આ સ્થિતિમાં સ્ટાફે પોતાની સૂઝબૂઝ બતાવી વિજયભાઈ અને પાઇલોટ જગદીશભાઈ મહિલા સુધી પહોંચી ગયા હતા અને મહિલાને ખાટલામાં ઊંચકી લાવી 1 કિમી સુધી કાદવ-કીચડવાળા રસ્તેથી લાવી એમ્બ્યુલન્સ સુધી લઈ જવાનું શરૂ કરી દીધું હતું. મહિલાને એમ્બ્યુલન્સ તરફ લઈ જતા હતા. ત્યારે રસ્તામાં સગર્ભાને અતિશય દુ:ખાવો ઉપડતાં પ્રસૂતિ કરવાની ફરજ પડતા વિજયભાઈએ ત્યાં રસ્તામાં જ તરત જ પ્રસૂતિ પણ કરાવી હતી.બાદમાં એમ્બ્યુલન્સ સુધી લઈ જઈ નવજાત બાળક અને માતાને ઈમરજન્સી ટ્રીટમેન્ટ કરી હતી. બાદમાં મહિલાને વધુ સારવાર માટે જેતપર-મચ્છુના સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. મહિલાને સમયસર સારવાર મળી જતા નવજાત બાળક અને માતાનો જીવ બચી ગયો હતો. 108ના સ્ટાફની સૂઝબુઝ અને આઉટ બોક્સ કામગીરીને જેતપર-મચ્છુ સરકારી હોસ્પિટલના અધિક્ષક દર્શન પટેલ તેમજ અન્ય સાથી કર્મીઓએ બિરદાવી હતી અને તેમને 108નાં કર્મચારીને કામગીરી માટે પ્રમાણપત્ર પણ આપેલ છે. અને પ્રસૂતાના સંબંધીએ ૧૦૮ની કામગીરીને આભાર વ્યકત કરીને બિરદાવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide