મોરબીમાં 15 દિવસમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 500ને ઇ-મેમો અપાયો

0
47
/
માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળવા મામલે દરરોજ 100 જેટલા દંડાતા લોકો

મોરબી : મોરબીમાં લોકડાઉનના આશરે અઢી માસના સમયગાળા બાદ છેલ્લા 15 દિવસથી ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહનચાલકોને ઇ-ચલણ આપવાની કામગીરી હાથ ધરાઈ છે. એથી, ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સજાગ બને તે જરૂરી છે. તેમ છતાં પણ ટ્રાફિકના નિયમોનો ભંગ થવાથી પોલીસે ઇ મેમો ફટકારવાની કાર્યવાહી કરી છે. જેમાં સૌથી વધુ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર લોકોને ઇ-મેમો ફટકાર્યો છે.

મોરબીમાં ફરીથી ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ટ્રાફિક બ્રિગેડ દ્વારા ઇ-ચલણ ઇશ્યુ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં હાલ દરરોજ 50 જેટલા ઇ-ચલણ બનાવવામાં આવે છે. 15 દિવસમાં 500 જેટલા ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા મારફત આ ઇ-ચલણની કામગીરી થાય છે. જેમાં 152 સીસીટીવી કેમેરા મારફત ટ્રાફિકના નિયમોના ભંગ કરતા વાહનચાલકો ઉપર નિરીક્ષણ કરીને ઇ-ચલણ આપવાની કાર્યવાહી થાય છે. જેમાં ચાલુ વાહને મોબાઈલમાં વાત કરવી, ટ્રિપલ સવારી, રોન્ગ સાઈડમાં ઘુસી જવું, રિક્ષામાં વધુ પેસેજન્સર બેસાડવા સહિતના ટ્રાફિકના ભંગ બદલ જે તે વાહન માલિકોને ઇ-ચલણ ઇસ્યુ કરાઈ છે. તેમજ વાહનમાં ફેન્સી નંબર પ્લેટ, કાળા કાચ હોય એવા વાહન ચાલકોને પણ ઇ-મેમો ફટકારવામાં આવેલ છે.

ઉપરાંત, પોલીસ દ્વારા માસ્ક વિના ફરતા લોકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લામાં દરરોજ 100થી વધુ લોકો માસ્ક ન પહેરવા બદલ દંડાય છે. જ્યારે માસ્ક વિના નીકળતા લોકોને ઇ-ચલણ આપવાની કાર્યવાહી થાય છે કે નહીં તે અંગે પીએસઆઇ પી.ડી.પટેલે જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરા મારફત હજુ સુધી બજારમાં માસ્ક પહેર્યા વગર નીકળતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ નથી. હજુ સુધી આ અંગે સરકારનો કોઈ આદેશ મળ્યો નથી. જો આગામી સમયમાં આ અંગે આદેશ આવશે તો સીસીટીવી કેમેરા મારફત માસ્ક વિના નીકળતા લોકોને પણ ઇ-ચલણ આપવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/