મોરબી અનુ.જાતિ સમાજ તથા સાંસદ વિનોદ ચાવડા દ્વારા પાટણની એથલિટ કાજલ પરમારને આર્થિક મદદ

0
202
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબીના જીલ્લા અનુ.જાતિ સમાજ તથા કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ભાઇ ચાવડા દ્વારા પાટણની એથલિટ ગોલ્ડ મેડાલિસ્ટ કાજલ પરમારને આર્થિક મદદ કરવામાં આવી હતી.

મોરબીના અનુ. જાતિ સમાજ અને સાંસદ વિનોદ ચાવડા દ્વારા પાટણની એથલિટને આર્થિક મદદ આપવામાં આવી છે. નોંધનીય છે, કે બે વર્ષ પહેલાં કાજલબેનના પરિવારની આર્થિક પરિસ્થિતિ બગડતા પોતાને સન્માનરૂપે મળેલાં તમામ ચંદ્રકો અને સર્ટિફિકેટ વેચવા કાઢવા પડ્યા હતા. તે સમયે સમગ્ર ગુજરાતમાંથી તેમજ મોરબી જિલ્લા અનુ.જાતિ સમાજ દ્વારા મદદરૂપ બની આર્થિક સહાય કરવામાં આવી હતી. ફરી કાજલબેન પરમાર હાલ દિલ્લી ખાતે રમત ગમત ક્ષેત્રમાં રજત ચંદ્રક નેશનલ એથલિટની ટ્રેનિંગ લઈ રહ્યા છે. તેમના રમતગમત, દિલ્લીમાં રહેવાના ખર્ચ અંગે જાણ થતા મોરબી અનુ.જાતિ સમાજ દ્વારા ફંડ રૂ. 25000નું ફંડ એકત્રિત કરી નાગજીભાઇ ચૌહાણ, ગુણંવતભાઇ ચૌહાણ, અનિલ વાણીયા, ગોવિંદભાઇ વાઘેલા દિલ્લી ખાતે રૂબરૂ જઈને કાજલબેન પરમારને ફંડ આપી મદદ કરી હતી અને મોરબી-કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા પણ રૂ.25000ની મદદ સાથે રમત ગમતમાં સારૂ પરફોર્મન્સ અને મહેનત કરવા આગળ જરૂર પડ્યે વિદેશી કોચ દ્વારા ટ્રેનિંગ અને વિદેશમાં રમવા જવાનો ખર્ચ અને જરૂર જણાયે મદદ કરવાની કાજલબેન પરમારને ખાતરી આપી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/