વિધાનસભાના સત્રમાં તેમજ કલેકટર સાથેની મીટીંગમાં હાજરી આપવાની હોવાનું કારણ કોર્ટે માન્ય રાખીને વચગાળાના જામીન આપ્યા
મોરબી : સિંચાઈ કૌભાંડમાં જેલહવાલે રહેલા ધારાસભ્ય પરસોતમ સાબરીયાના ૧૦ દિવસના જામીન કોર્ટે મંજુર કર્યા છે. વિધાનસભા સત્રમા તેમજ કલેકટરો સાથેની મીટીંગમાં તેઓને હાજરી આપવાની હોવાનું કારણ કોર્ટે માન્ય રાખીને ધારાસભ્યના વચગાળાના જામીન મંજુર કરી આપ્યા છે.
મોરબી જિલ્લાના સિંચાઈ કૌભાંડમાં લાંચ લેવા બદલ હળવદ- ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પરસોતમ સાબરીયાને જેલહવાલે કરવામાં આવ્યા હતા. હાલ જેલવાસ ભોગવી રહેલા ધારાસભ્ય સબરિયાએ આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વચગાળાના જામીન મેળવવા માટે અરજી કરી હતી.
બે દિવસ બાદ વિધાનસભા સત્ર હોવાથી તેમાં હાજરી આપવા તેમજ મત વિસ્તારના પ્રશ્નો અંગે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા કલેકટર સાથે બેઠક કરવાનું કારણ દર્શાવી ધારાસભ્ય સાબરીયાએ જામીન અરજી કરી હતી. આ કારણને માન્ય રાખીને ડિસ્ટ્રિક્ટ કોર્ટે ધારાસભ્ય પરસોતમ સાબરીયાના ૧૦ દિવસના વચગાળાના જામીન મંજુર કરી આપ્યા છે
આવા વધુ સમાચારો માટે અમારું ફેસબુક પેજ લાઇક કરો …
https://www.facebook.com/thepressofindia/
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide