મોરબી : મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર મચ્છુનગરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 10 ફૂટની મહાકાય દીવાલ ઝુંપડા ઉપર પડવાથી 8 લોકોના મોત નિપજયા હતા. આ બનાવ બાદ મૃતકના પરિવારજનોને સરકાર તરફથી મળવા પાત્ર સહાય તાત્કાલિક મળી રહે તે માટે જીલ્લા કલેકટર દ્વારા સરકારમાં રીપોર્ટ કરવામાં આવ્યો છે.
મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છુનગરની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ઝૂંપડા બનાવીને રહેતા મજુરોના ઝુપડા ઉપર દીવાલ ધસી પડી હતી અને દિવાલ ધસી પડવાના કારણે ઝુંપડામાં રહેતા એમપીના મજૂરો પૈકીના બાર જેટલા લોકો તે દિવાલ નીચે દબાઈ ગયા હતા. આ બનાવમાં આઠ જેટલા લોકોના મોત નિપજ્યા હતા અને ચાર વ્યક્તિઓને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં જે લોકોના મોત થયા છે તેના પરિવારજનોને સરકાર તરફથી મળવા પાત્ર થઇ સહાયની રકમ વહેલી તકે મળે તેના માટે ચીફ ઓફિસર અને સીટી મામલતદાર દ્વારા તાત્કાલિક રીપોર્ટ કરી દેવામાં આવ્યો હતો જેના આધારે હાલ જીલ્લા કલેકટર આર.જે.માંકડિયા દ્વારા પણ સરકારમાં રીપોર્ટ મોકલાવી આપવામાં આવ્યો છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide