ભડીયાદ ગામના ૧૫૦ ભાવિકોએ પગપાળા યાત્રા કરીને ખોડિયાર માંના મંદિરે શીશ ઝુકાવ્યુ
મોરબી : મોરબીના ભડિયાદ ગામના આઈશ્રી ખોડીયાર ગ્રૂપ દ્વારા માટેલ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ જેટલા ભાવિકોએ બાવન ગજની ધજા સાથે માટેલ સુધીની પગપાળા યાત્રા કરીને ખોડિયાર માંના મંદિરે શીશ ઝુકાવ્યુ હતુંમોરબીના ભડીયાદ ગામે આવેલા આઈશ્રી ખોડિયાર ગ્રુપ દ્વારા આજે આઈશ્રી ખોડિયાર માતાજીની જ્યંતી નિમિતે ભડીયાદથી માટેલ સુધી પગપાળા યાત્રાનું આયોજન કરવાના આવ્યું હતું.જેમાં બાવનગજની ધજા સાથે આશરે ૧૫૦થી વધુ શ્રધ્ધાળુ લોકો જોડાયા હતા અને છેક સુધી બાવનગજની ધજા લહેરાવી ગરબે રમતા માતાજીની આરાધના કરતા આ પદયાત્રીઓ માટેલ ધામ માતાજીના દરબારમાં પહોંચ્યા હતા. ખોડિયાર માતાજી સમક્ષ શીશ ઝૂકાવીને ભાવવંદના કરી હતી.માટેલધામમાં મહાપ્રસાદ અને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.જેનો મોટી સંખ્યામાં લોકોએ શ્રધ્ધાભેર ભાગ લીધો
આવા વધુ સમાચારો માટે અમારું ફેસબુક પેજ લાઇક કરો …
https://www.facebook.com/thepressofindia/
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.