મોરબી ABVP બોર્ડના પરીક્ષાર્થીઓની વ્હારે : હેલ્પલાઇનની સેવા શરુ

0
43
/

મોરબી : હાલ ધોરણ 10 અને 12ની પરિક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે.પરીક્ષાર્થીઓને પરીક્ષાને લઈને અનેક પ્રશ્નો મુંઝવતા હોય છે.ત્યારે તેમના પ્રશ્નોના ઉકેલ માટે ABVP મોરબી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીને કોઈપણ મુશ્કેલી હોય તો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકાશે.

આગામી તા.28 થી શરૂ થઈ રહેલ બોર્ડની પરીક્ષામાં ખાસ વિધાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે ABVPના સ્થાનિક પ્રતિનિધિઓના સંપર્ક રૂપે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.જેમાં અજાણે રીશિપ્ટ ભૂલી ગયા હોઈ,કોઈ સ્થળથી અજાણ હોય,ઉપરાંત અન્ય કોઈ પણ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરવા જણાવેલ છે.જ્યારે બોર્ડની પરીક્ષા આવવાની હોઈ ત્યારે વિધાર્થીઓ ચિંતામાં આવી જતા હોય છે.પેપરના ડરથી ભૂતકાળમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ન ભરવાના પગલાં ભર્યા છે.આ ઉપરાંત ABVP મોરબીએ ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આ સાથે ABVP મોરબી નગરમંત્રી વિશ્વરાજસિંહ જાડેજા (મો.8306914014) જણાવે છે કે પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીને કોઈપણ મુશ્કેલી હોય તો વિનેશભાઈ રાઠોડ મો.9409670549,શિવાંગભાઈ નાનક મો.9925565508,કર્મદીપસિંહ ઝાલા મો.9662389123 પર સંપર્ક કરવો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/