મોરબી : આશારામને 5.7 કિલો ગાંજા સાથે SOG એ દબોચી લીધો

0
498
/
એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ ફૂલ રૂ. 63 હજારથી વધુનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી

મોરબી : તાજેતરમા મોરબી એસઓજી પોલીસે બાતમીના આધારે સામાકાંઠે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડીને 5 કિલો અને 719 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. એસઓજી પોલીસે આ ગાંજાના જથ્થા સહિત કુલ રૂ. 63 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને આ નશીલા પદાર્થનું નેટવર્ક ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબી એસઓજીના પીઆઇ જે. એમ. આલ સહિતની ટીમે ગઈકાલે ગેંડાસર્કલ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નંબર ૨૧૪માં નશીલા પદાર્થનો જથ્થો હોવાની બાતમીના આધારે આ રહેણાંક મકાનમાં દોરડો પાડ્યો હતો. તે દરમ્યાન આરોપી આશારામ વાલજીભાઇ હડીયલ (ઉવ. ૨૮, ધંધો- મજુરી, રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, મકાનનં- ૨૧૪, રાજુભાઇના મકાનમાં, મોરબી-ર, મુળ ગામ ધ્રાંગધ્રા)એ પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં કેફી માદક પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજોનો જથ્થો 5 કિલો અને 719 ગ્રામ કિ.રૂ.57190 નો જથ્થો વેચાણ કરવા માટે રાખી તેમજ ગાંજાની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન તથા વેચાણના રૂપિયા 3500 અને વજન કરવા માટે ઉપયોગ કરેલ એક ડીજીટલ વજન કાંટો કિ.રૂ. 500 પ્લાસ્ટીકની નાની પેકીંગની કોથળી સહિત કુલ રૂ.63,190 ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન હાજર મળી આવ્યો હતો. જો કે આરોપીનો કોરોના રિપોર્ટ કર્યા બાદ વિધિવત ધરપકડ કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ એન.ડી.પી. એસ એકટ હેઠળ ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ સીટી બી ડિવીઝનના પીએસઆઇ આર.બી. ટાપરીયા ચલાવી રહેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/