[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી જિલ્લામાં કોરોના જેવી મહામારીમાં ઘણા લોકો સુધી એક્ટિવ ફાઉન્ડેશન દ્વારા નાની મોટી સેવા પહોંચાડવામાં આવી હતી મોરબી જિલ્લા ગત વર્ષે કોરોના જેવી મહામારીમાં રાહત દરે આશરે ૧૦૦૦ કિલોથી વધુ લીંબુનું વિતરણ કર્યું હતું જેનું મોરબી જિલ્લાની જાહેર જનતાએ લાભ લીધેલ હતો
મોરબી જિલ્લાના સમગ્ર કોવિડ સેન્ટરમાં લીંબુ સરબતનું બોટલ પેકિંગમાં વિતરણ કરવામાં આવ્યું સાથે મોરબી જિલ્લા ની સરકારી તેમજ પ્રાઇવેટ કોવિડ હોસ્પીટલ માં આશરે ૫૦૦૦ થી ૭૦૦૦ લીંબુ સરબત નું બોટલ પેકિંગ માં વિતરણ કરવામાં આવ્યું હતું અને કોવીડ મહામારી દરમિયાન રાજકોટ ના જિલ્લા ની સરકારી તેમજ પ્રાઇવેટ કોવિડ હોસ્પીટલ માં લીંબુ સરબત નું બોટલ પેકિંગ માં વિતરણ કરવામાં આવ્યું હતું
મોરબી જિલ્લા ની સરકારી તેમજ પ્રાઇવેટ હૉસ્પિટલ ઓ માં રાત્રે ગરમ ચા નાસ્તો તેમજ પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું મોરબી માં દરેક પોલીસ મથકે તેમજ મોરબી ના અલગ અલગ વિસ્તાર ના પોઇન્ટ પર પોલીસ જવાનો ને રાત્રે ગરમ ચા નાસ્તો પણ વિતરણ કરવામાં આવ્યો હતો
આજે એક્ટિવ ફાઉન્ડેશન ને એક વર્ષ પુર્ણ થઈ બીજા વર્ષ ની શરૂવાત થવા જઈ રહ્યું છે ત્યારે પોતાની સમગ્ર યુવા ટીમ તેમજ ચેરમેન પ્રમુખ અને ઉપપ્રમુખ અને ટ્રસ્ટી મંડળ દ્વારા મોરબી જિલ્લા અને સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર ની જનતા ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે
એક્ટિવ ફાઉન્ડેશન ના ચેરમેન એલિશ ઝાલરિયા દ્વારા મોરબી જિલ્લા ની સમગ્ર જનતા તેમજ અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો ને આવાહન કરવામાં આવે તમારા કોઈ પણ ધાર્મિક કાર્યો તેમજ નાના મોટા પ્રસંગો ની પ્રેરણાદાયી ઉજવણી કરી એક્ટિવ ફાઉન્ડેશન સાથ સહકાર આપવા આવાહન કરવામાં આવે છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide